






https://sggu.ac.in/Admin/image/circular/31052023055523_UGAdmissionCircular.pdf
https://www.abc.gov.in/
યુથ ફેસ્ટિવલ 2023 માં આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ ના વિદ્યાર્થીઓએ mime માં પ્રથમ નંબર આવ્યો છે ફોક ઓરકેસ્ટ્રાની અંદર બીજો નંબર આવ્યો છે અને મીમીક્રી ની અંદર ત્રીજો નંબર આવ્યો છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને અને સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન.
आज दिनांक 15/9/2023 आदिवासी कला एवं वाणिज्य महाविद्यालय, संतरामपुर , हिंदी विभाग के द्वारा हिंदी दिवस मनाया गया। हिंदी विभाग में प्राचार्य श्री डॉ. अभय परमार साहब ने प्रासंगिक उद्बोधन दिया। नेक को-ऑर्डिनेटर प्रो.देवराज नंदा साहब ने हिंदी शब्द की उत्पत्ति और हिंदी की प्रासंगिकता के बारे में अपना व्याख्यान दिया ; और छात्रों को प्रभावित एवं लाभान्वित किया। बाद में निबंध प्रतियोगिता, अनुलेखन प्रतियोगिता, श्रुतलेखन लेखन प्रतियोगिता ,काव्य पठन प्रतियोगिता, हिंदी में हक्ष्ताक्षर अभियान का आयोजन किया गया था। काव्य पठन प्रतियोगिता में निर्णायक के रूप में डॉ.कामिनीबहन दशोरा तथा लाइब्रेरियन दिव्याबहन दरजी ने निर्णायक की भूमिका निभाई। डॉ. शंकर प्रजापति साहब ने काव्य पठन के नियम से छात्रों को वाकिफ किया। एवं डॉ.कामिनी बहन दशोरा ने कुमार विश्वास की कविता- ” कोई दीवाना कहता है कोई पागल समझता है”……. से छात्रों में उत्साह भर दिया और मोटिवेशन प्रेरणा देने का काम किया।75 से ज्यादा छात्र, छात्राओं ने उत्साह और उमंग के साथ हिस्सा लिया । हिंदी विभागाध्यक्ष डॉ. ईश्वर सिंह राठवा साहब के नेतृत्व में समग्र कार्यक्रम का आयोजन हुआ ।समग्र कार्यक्रम का संचालन डॉ.विनोद वणकर ने किया। हिंदी में हस्ताक्षर अभियान में डॉ. कामिनी बहन दशोरा , दिव्या बहन दरजी,डॉ. मालिनी गौतम मैडम , डॉ.पंकजभाई चौधरी एवं छात्र-छात्राओं ने अपनी भागीदारी निभाई।
धन्यवाद
સંતરામપુર કોલેજમાં પ્રથમ વર્ષ પ્રવેશોત્સવ અને ઉમાશંકર જોશી જન્મ જયંતીની ઉજવણી
તા. ૨૧/૦૭/૨૩ ના રોજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ અને મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીની 113 મી જન્મ જયંતીની 500 વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ.
સંસ્કૃતિની પરંપરા પ્રમાણે સૌપ્રથમ પ્રાર્થના પછી અધ્યાપકોનો પરિચય કોલેજ વિષયક માહિતી તેમજ પ્રિન્સિપાલ ડૉ. અભય પરમાર સાહેબે વિદ્યાર્થીઓને આવકારી પ્રસંગોચિત વ્યક્તવ્ય આપ્યું. ડૉ. કામિની દશોરાએ નવી શિક્ષણનીતિ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓમાં રાઘવ ડામોર અને મૌલિક પ્રજાપતિએ કાવ્ય રજૂ કર્યા હતા. ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે ગુજરાતીના અધ્યાપક ડૉ. શંકરભાઈ પ્રજાપતિએ રસાળ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. NSSનાં ઇનામ વિતરણ પુસ્તક પ્રદર્શન જેવી પ્રવૃત્તિ પછી પ્રાધ્યાપક નીતિન પંડ્યાએ પ્રસંગોચિત વ્યાખ્યાન સાથે આભાર વિધિ કરી અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાં કોલેજ પ્રવેશને લઈને ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી.
આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (sbi )શાખા : સંતરામપુર ડોળી ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 5 /7 /2023 વિષય: “બેંક અને આર્થિક વ્યવહારો ” વિષય પર વિશેષ વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું .
આચાર્ય શ્રી અભય પરમાર સાહેબ દ્વારા વિશેષ વક્તા તેમજ મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રાન્ચ મેનેજર શ્રી વિજય મકવાણા, ગોધરાથી પધારેલ ચરણસિંહ ,કરણ મહાજન અધિકારીઓ દ્વારા બેંક ઇન્સ્યોરન્સ, લોન, એજ્યુકેશન લોન, અકસ્માત વીમો, બેંકની વિવિધ સુવિધાઓ, નાગરિકોના વિભિન્ન પ્રશ્નો ,સાયબર ક્રાઇમ, આધુનિક સુવિધા, YONO ની ઉપયોગીતા, ગોલ્ડન ,સિલ્વર એકાઉન્ટ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ.વિનોદ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું .આભાર વિધિ ડૉ. પંકજ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાગ લીધો હતો.
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર ના કોલેજ પરિવાર ના સભ્યો તથા વિદ્યાર્થીઓ ને પારસમણી હાર્ટ હોસ્પિટલ ના ડૉ. શ્રી કલ્પેશ નીનામા સાહેબ દ્વારા વર્તમાન સમય માં યોગની પ્રાસંગિક ઉપર તજજ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યું . કોલેજ પરિવાર સાહેબ નો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરે છે.
આદિવાસી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર. NSS અને NCC યુનિટ દ્વારા 21 જૂન “ઇન્ટરનેશનલ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી અભય પરમાર સાહેબ, કોલેજનો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, 100 જેટલા NSS અને NCC વોલન્ટિયર્સ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
